સુરતમાં હાલ ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીનો ખોટો પ્રચાર
લિંબાયત વિસ્તારમાં બોગસ પ્રચાર જોવા મળ્યો
રીક્ષામાં અજાણ્યા દ્વારા લાઉડ સ્પીકર સાથે ખોટી માહિતી અપાઈ
સુરતમાં હાલ ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી વચ્ચે લિંબાયત વિસ્તારમાં બોગસ પ્રચાર જોવા મળ્યો હતો. રીક્ષામાં અજાણ્યા દ્વારા લાઉડ સ્પીકર સાથે ખોટી માહિતી આપી લોકોમાં ડર ઉભો કરાયો હતો.
સુરતના લીંબાયતમાં એસઆઈઆરના મામલે બોગસ પ્રચાર સામે આવ્યો છે. એસઆઈઆરનું ફોર્મ ન ભર્યા હોય તો આધાર, પાન, રાશન, આયુષ્માન કાર્ડના લાભ નહિ મળે તેવા સ્લોગન સાથે લિંબાયત વિસ્તારમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી જાહેરાતો કરવામાં આવી રહી છે. અને આવી જાહેરાતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લિંબાયત વિધાનસભા મતવિસ્તારના નીલગીરી અને આસપાસના વિસ્તારોના હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. તો કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી હતી. ઓટો રિક્ષાઓ પર કોઈપણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ અથવા બેનર કે ધ્વજ નહોતો. હાલ તો ઘટનાને લઇ હવે તપાસ શરૂ કરાઈ હોવાનુ સામે આવ્યુ છે

