જૂનાગઢમાં દારૂ- પાર્ટી, દાનપેટીમાંથી ચોરી બાદ ખોટા પૂજારી
હવે તંત્રએ ખોટા પૂજારી નિમ્યા હોવાનો આક્ષેપ
બ્રાહ્મણ કે અતીત બાવા ન હોવા છતાં કેટલાકને પૂજારીની નિમણુંક
ગિરનારના અંબાજી મંદિર વિવાદમાં દારૂ-માસ પાર્ટી, દાનપેટી ચોરી અને ખોટા પૂજારીની નિમણૂક મુદ્દે તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ મામલે કેટલાક પૂજારીઓએ અન્ય સહપુજારીઓની પર બ્રાહ્મણ કે અતીત બાવા ન હોવા છતાં કેટલાકને પૂજારી તરીકે નિમણૂક કરાયા હોવાના આક્ષેપ કર્યા છે.
જૂનાગઢના ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના મંદિર હવે આસ્થાના કેન્દ્રને બદલે વિવાદોનું કેન્દ્ર બની રહ્યું છે. દારૂ-નોનવેજ પાર્ટી બાદ દાનપેટીમાંથી નાણાં સેરવી લેવાનો મામલો અને હવે આ વિવાદોની વચ્ચે મંદિરમાં પૂજાના અધિકારને લઈને પણ ગાદીપતિઓ અને પૂજારી પરિવારો વચ્ચે જંગ છેડાયો છે. તંત્ર દ્વારા નિમણૂક અંબાજી મંદિરમાં પૂજા માટે નિમણૂંક કરાયેલા શખ્સોની ખોટી રીતે નિમણૂક થઈ હોવાનું તથ્ય સામે આવતા આ મામલે પૂજારીઓ વચ્ચે આંતરિક વિખવાદ શરૂ થયો હોય તેવું સામે આવ્યું છે. જોકે આ મામલે તંત્રએ ‘તપાસ ચાલુ છે’ કહીને હાથ અધ્ધર કરી રહ્યું છે. વધુમાં દારૂ-નોનવેજ પાર્ટી મુદ્દે વીડિયોમાં દેખાતા સગીરે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અભિષેક ચૌહાણ નામનો શખ્સ જે મંદિરમાં પૂજા અર્ચના પણ કરે છે અને તે કિશોરસિંહ ચૌહાણનો પુત્ર છે. આ બંને બાપ-દીકરા વર્ષોથી તનસુખ ગિરીબાપુ સાથે હતા તેનો લાભ લઈને મંદિરમાં સેવા પૂજા કરવા માટે લાગી ગયા હતા, હકીકતમાં તેઓ મંદિરમાં સેવા પૂજા ન કરી શકે તેવો અન્ય પૂજારીઓ દાવો કરી રહ્યા છે.
વિવાદોની વચ્ચે તંત્રએ ખોટા વ્યક્તિઓને પૂજારી તરીકે નિમણૂંક કરી હોવા આક્ષેપો થઈ રહ્યા છે. હિન્દુ શાસ્ત્ર મુજબ કોઈપણ મંદિરમાં પૂજા અતીત બાવા કે બ્રાહ્મણો જ કરી શકે છે. પરંતુ ગિરનાર અંબાજી મંદિરમાં વહીવટદાર તરીકે તંત્રએ ચાર્જ સંભાળ્યા બાદ કિશોરસિંહ ચૌહાણ, ભાર્ગવ ચૌહાણ, અભિષેક ચૌહાણ, ઠાકોર પ્રિન્સ ઉર્ફે પીન્ટુ ધર્મરાજ ઠાકોર અને ભરતસિંહ સોલંકી સહિતના લોકોની પૂજારી તરીકે નિમણૂક કરી, તે આ તમામ વ્યક્તિઓ બ્રાહ્મણ કે અતીત બાવાજી ન હોવા છતાં તેમને તંત્રએ અંબાજી મંદિરમાં પૂજા કરવાના અધિકારો આપ્યા હોવાની આરોપો છે, ત્યારે આ મામલે અન્ય પૂજારીઓ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

