સુરતમાં સસ્તા દરે એર ટીકીટ અપાવવાનુ કહી બનાવટી ટીકીટો
બનાવટી ટીકીટો મોકલી લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર ઠગ ઝડપાયો
બેંગ્લોર ખાતે રહેતા હુમાયુ કબીર અબ્દુલ રજાકને ઝડપ્યો
સુરતમાં સસ્તા દરે એર ટીકીટ અપાવવાનુ કહી બનાવટી ટીકીટો મોકલી લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર ઠગને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સસ્તા દરે એર ટીકીટ આપવાનુ કહી બનાવટી ટીકીટો મોકલી 7 લાખ 67 હજારથી વધુ રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરાઈ હોય જે મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરની સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈનની સુચનાને લઈ સાયબર ક્રાઈમની ટીમ તપાસમાં હતી ત્યારે બાતમીના આધારે લાખોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી એવા મુળ આસામનો અને હાલ બેંગ્લોર ખાતે રહેતા હુમાયુ કબીર અબ્દુલ રજાકને સાયબર ક્રાઈમની ટીમે બેંગ્લોર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

