Site icon hindtv.in

રાજકોટના રૈયાધારમાં નકલી પોલીસ પકડાઈ

રાજકોટના રૈયાધારમાં નકલી પોલીસ પકડાઈ
Spread the love

રાજકોટના રૈયાધારમાં નકલી પોલીસ પકડાઈ
નકલી પોલીસ બની 50 હજારની ખંડણી માંગતા 2 શખ્સો ઝડપાયા
બંને શખ્સોએ મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી નકલી પોલીસ બની

રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની યુવાનોને ધમકાવી ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે.

રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની ફરતા આરોપીઓએ પોલીસની ઓળખ આપી ચાર યુવાનો પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવાનોને શંકા જતાં બંનેની પોલ ખુલ્લી પડી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને શખ્સોએ મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી નકલી પોલીસ બની લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અગાઉ આ બંનેએ નકલી પોલીસ બની કોઈ પાસેથી પૈસાની વસૂલાત કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ રાજેશ બારીયાએ જણાવ્યું હતું કે, શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામકાજ સાથે સંકળાયેલા કિરીટ પીઠડીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ 12 જૂનની રાત્રે કિરીટ પોતાના ત્રણ મિત્રો સાથે રૈયાધાર શાંતિનગર વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠા હતા, ત્યારે બ્લુ કલરની ઓલા ઇલેક્ટ્રિક બાઈક પર આવેલા બે શખ્સોએ પોતાને માલવીયા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી નકલી પોલીસ બની લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે બંનેએ અન્ય કોઈ વ્યક્તિને પણ પોતાનો શિકાર બનાવ્યો છે કે નહીં. શહેરમાં નકલી પોલીસ બની ખંડણી વસૂલવાના પ્રયાસની આ ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે પોલીસે લોકોને પણ સાવચેત રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ પોલીસ તરીકે ઓળખ આપે તો તેની ઓળખ ચકાસવાની અપીલ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version