સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે નકલી આઈટી અધિકારી
ગ્લોબલ માર્કેટમાં કાપડ વેપારીને ત્યાં પહોંચ્યો નકલી આઈટી અધિકારી
નકલી ઈન્કમ ટેક્ષ ઓફિસરને વરાછા પોલીસે ઝડપી પાડ્યો
સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે સહારા દરવાજા પાછળ ન્યુ બોમ્બે માર્કેટ સામે આવેલ ગ્લોબલ માર્કેટમાં કાપડ વેપારીને ત્યાં આવી ચઢેલા નકલી આઈટી અધિકારીની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતમાં ઘણા સમયથી નકલીની બોબાલા જોવા મળી રહી છે. જેમાં અગાઉ નકલી પોલીસ, આરટીઓ, મનપા અધિકારીઓ પકડાયા બાદ નકલી ખાદ્ય પ્રદાર્થો અને નકલી કોસ્મેટીક પણ પકડાઈ હતી ત્યારે હવે સુરતમાં નકલી આઈટી અધિકારી પકડાયો છે. સુરતના વરાછા પોલીસ મથકની હદમાં સહારા દરવાજા પાછળ ન્યુ બોમ્બે માર્કેટ સામે આવેલ ગ્લોબલ માર્કેટમાં કાપડ વેપારીને ત્યાં ધસી આવેલા નકલી ઈન્કમ ટેક્ષ ઓફિસરને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. જે અંગે પોલીસે વધુ માહિતી આપી હતી.

