Site icon hindtv.in

ગોડાદરામાં નકલી કોસ્મેટિક કારખાનાનો પર્દાફાશ ,

ગોડાદરામાં નકલી કોસ્મેટિક કારખાનાનો પર્દાફાશ ,
Spread the love

ગોડાદરામાં નકલી કોસ્મેટિક કારખાનાનો પર્દાફાશ ,
ઓનલાઈન વેચાતી નકલી કોસ્મેટિક ઝડપાઈ,
8.29 લાખનો કોસ્મેટિક મુદ્દામાલ જપ્ત
આરોપી હિતેશ કાતરીયાને પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે ગોડાદરા વિસ્તારમાંથી નકલી કોસ્મેટિકનુ કારખાનું પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીઓ ઓનલાઈન કોસમેટિક પ્રોડક્ટનુ વેચાણ કરતા હતાં.

સુરતમાં વારંવાર નકલી વસ્તુઓનુ વેચાણ સામે આવતુ હોય છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાંથી નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી ચાલતા નકલી કોસ્મેટિક પ્રોડક્ટના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા જ્યાંથી હિતેશ કાતરીયા નામનોનો ઈસમ પોલીસ હાથે ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી 8 લાખ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો આરોપીઓ ઓનલાઈન કોસ્મેટિક પ્રોડક્ટનુ વેચાણ કરતા હતા અને અર્ધી કિંમતે નામાંકિત કંપનીઓનુ કોસ્મેટિક વેંચતા હોવાનુ સામે આવ્યુ છે.

Exit mobile version