Site icon hindtv.in

સુરતમાં ગ્રાહકોના ફિક્સ ડીપોઝીટની ઉચાપત કરી ફરાર

સુરતમાં ગ્રાહકોના ફિક્સ ડીપોઝીટની ઉચાપત કરી ફરાર
Spread the love

સુરતમાં ગ્રાહકોના ફિક્સ ડીપોઝીટની ઉચાપત કરી ફરાર
યુપી ભાગી જઈ શિક્ષક તરીકે નોકરી કરતા રીઢાને ઝડપ્યો
રીઢા આરોપીને 16 વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરતમાં સહારા ઈન્ડિયા બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકોના ફિક્સ ડીપોઝીટની ઉચાપત કરી વતન યુપી ભાગી જઈ શિક્ષક તરીકે નોકરી કરતા રીઢા આરોપીને 16 વર્ષે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ઉપરી અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી જે અનુસંધાને સુરત શહેર ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. તે દરમ્યાન ક્રાઈમબ્રાંચના આર્મ્સ એક્ટ સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભુત બાતમીના આધારે ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લાના જુનીયર હાઈસ્કૂલ બટુપુર ખાતેથી  વર્ષ 2017માં એટલે કે 16 વર્ષ અગાઉ અમરોલી વિસ્તારમાં સહારા ઈન્ડિયા બેંકમાં નોકરી દરમિયાન ગ્રાહકોના ફિક્સ ડીપોઝીટની ઉચાપત કરી ભાગી છુટેલા સુરેશસીંગ ફોજદારસીંગને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version