Site icon hindtv.in

સુરતમાં રેસ્ટોરન્ટ બિઝનેસના નામે કરોડો રૂપિયાની ઉચાપત

સુરતમાં રેસ્ટોરન્ટ બિઝનેસના નામે કરોડો રૂપિયાની ઉચાપત
Spread the love

સુરતમાં રેસ્ટોરન્ટ બિઝનેસના નામે કરોડો રૂપિયાની ઉચાપત
લા મેન્સા અને એપ્રિકોટ ડોમના ભાગીદારોને પકડ્યા
આરોપી રવિન્દ્રકુમાર ગોરસિયા અને કેવલ પટેલને ઝડપ્યા

સુરતમાં રેસ્ટોરન્ટ બિઝનેસના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરનાર લા મેન્સા અને એપ્રિકોટ ડોમના ભાગીદારોને આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતના હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ બિઝનેસ જગતમાં આર્થિક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કતારગામ વેડ વિસ્તારના કરોડો રૂપિયાના અદ્યતન પ્રોજેક્ટ્સ લા મેન્સા રેસ્ટોરન્ટ અને એપ્રિકોટ ડોમના સંચાલનમાં ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરીને કરોડો રૂપિયા સગેવગે કરવામાં આવ્યા છે. આ મામલે પરેશભાઈ કરશનભાઈ સોરઠીયાએ સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોય જેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રવિન્દ્રકુમાર ગોરસિયા અને કેવલ પટેલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version