સુરતમાં માથાભારે કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે ખંડણીની ફરિયાદ નોં
સાગરીતોએ કાપડ વેપારીને ધમકાવી 50 હજારનો હપ્તો આપવા ધમકી આપી
સલાબતપુરા પોલીસ મથકે ખંડણીની ફરિયાદ નોંધાઈ
સુરતમાં માથાભારે કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. માથાભારે શિવા ઝાલા તેનો ભાઈ અને સાગરીતોએ કાપડ વેપારીને ધમકાવી તેની પાસેથી 1.20 લાખ પડાવી 50 હજાર હપ્તો આપવા ધમકી આપી હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાઈ છે.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે. ત્યારે સુરતના માથાભારે ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. સલાબતપુરા પોલીસ મથકમાં કાપડ વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે આરોપી શિવા ઝાલાએ તેઓને ધમકાવી 1.20 લાખની ખંડણી પડાવી લીધા બાદ તેઓ પાસેથી દર મહિને 50 હજારનો હપ્તો આપવો પડશે તેમ ધમકી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે માથાભારે શિવા ઝાલા અને તેના ભાઈ રામ ઝાલા અને સાગરીતો વિરૂદ્ધ વેપારીએ સલાબતપુરા પોલીસ મથકે ખંડણીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છએ.

