Site icon hindtv.in

દેવું થતાં ભાગી જવાની વાતને લઈને મોરબીના જિલ્લા પ્રમુખનો ખુલાસો

દેવું થતાં ભાગી જવાની વાતને લઈને મોરબીના જિલ્લા પ્રમુખનો ખુલાસો
Spread the love

દેવું થતાં ભાગી જવાની વાતને લઈને મોરબીના જિલ્લા પ્રમુખનો ખુલાસો
દેવાની અને ભાગી જવાની વાત પર જયંતિ રાજકોટિયાએ આપ્યો ખુલાસો
મારા ઉપર 350 કરોડનું દેવું હતું હવે 70 ટકાથી વધુનું ચૂકવણું કરી દીધું

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના ઘર કે ઓફીસના સ્થળે બે મહિલાઓ દ્વારા તેમના પતિ અને જયંતિભાઈ સાથે આર્થિક વ્યવહાર થયા હોય અને તે રૂપિયા તેઓએ પરત લેવાના હોય જેથી પણ જયંતીભાઈ આ રૂપિયા ન ચુકવતા હોવાનું કહી ત્યાં આવતા જતા હોય તેવા વિડીયો સામે આવ્યા હતા જોકે આ ઘટનાના થોડા દિવસ બાદ ગઈકાલે શોભનાબેન અને ચાંદનીબેન નામની મહિલાએ મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી

દેવું થતાં ભાગી જવાની વાતને લઈને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે કોઈ રૂપિયાની ચુકવણી બાકી નથી આ મને ખોટી રીતે મને બદનામ કરવામાં આવી રહ્યો છે. જે મહિલાઓ રજૂઆત કરી રહી છે તેમના પતિ સાથે અમારે નાણાકીય લેતીદેતી બાકી નથી. અમે ગત ઓગસ્ટ મહિનામાં દસ્તાવેજ પણ કરી આપ્યો છે. આ મને બદનામ કરવાનું કાવતરું છે, જેથી આ બાબતે વધારે કશું કહેવાનું નથી.

મહિલાઓ દ્રારા આક્ષેપ કરાયા હતા કે ભાજપના હોદ્દેદાર હોવાથી પોલીસની મદદથી તેમના પર ખોટું દબાણ કરે છે.મહિલાઓએ કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે જયંતીભાઈ રાજકોટિયા સાથે નાણાકિય લેવડ દેવળ સંબંધી શાંતિ પૂર્વક રજૂઆત કરવાની હોય તેઓ ફોન પર ચર્ચા કરતા નથી તેની ઓફીસ અને ઘરે અમે શાંતિ પૂર્વક વાતચિત કરવા માંગતા હોવા છતાં સાંભળતા નથી ત્યાં જઈએ તો પોલીસને બોલાવી અમારા પર પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. એટલું જ નહીં, પરિવારના સભ્યોને બોલાવી તેમની સાથે ધક્કામુક્કી કરતા હોવાનો દાવો કર્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version