Site icon hindtv.in

અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના આપઘાત કેસમાં ખુલાસો.

અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના આપઘાત કેસમાં ખુલાસો.
Spread the love

અમદાવાદમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના આપઘાત કેસમાં ખુલાસો.
યશરાજસિંહે પત્ની રાજેશ્વરીબાની કરી હત્યા.
મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો

અમદાવાદમાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલના મોત મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. ફોરેન્સિક પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલના મોત મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. ફોરેન્સિક પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા મૃતક યશરાજસિંહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં યશરાજસિંહ ગોહિલે જ કોઈ અગમ્ય કારણોસર પત્ની પર ફાયરિંગ કરી હત્યા નીપજાવ્યાનો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ACP જયેશ બ્રહ્મભટે ફરિયાદી બનીને હત્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. આ મામલે માહિતી આપતા DCP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI એપાર્ટમેન્ટમાં ગત બુધવારે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી,

કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગોહિલનું મોત થયું હતું. આ કેસમાં શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતે ગોળી છૂટતા મરણજનાર રાજેશ્વરીબાને માથાના ભાગમાં ગોળી વાગે તેવી શક્યતા દેખાતી નથી. આ સાથે રિવોલ્વરમાં બે બુલેટ હતી, જે બંને ફાયર થયેલ છે. યશરાજસિંહ ગોહિલે અગમ્ય કારણોસર પત્નીને ગોળી માર્યા બાદ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. હાલ આ મામલે યશરાજસિંહ ગોહિલ સામે હત્યાનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version