Site icon hindtv.in

સુરતમાં બીએસએનએલ ઓફિસ સામે ધારણા

સુરતમાં બીએસએનએલ ઓફિસ સામે ધારણા
Spread the love

સુરતમાં બીએસએનએલ ઓફિસ સામે ધારણા
BSNL ઓફિસમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ કર્યો ધરણાં
પરિવારની પેન્શન નહી મળે ત્યાં સુધી ધરણાં પર બેસવાની ચીમકી

સુરતના ઘોડદોડ રોડ પર આવેલ બીએસએનએલ ઓફિસમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ સામુહિક ધરણાં કરી વારંવારના ધક્કામાંથી મુક્તી આપવા માંગ કરી હતી.

સુરતના ઘોડદોડ રોડ પર આવેલ બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહિ મળતા મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ધરણાં કર્યા હતાં. મૃત્યુ પામેલા કર્મચારીની પરિવારજનોની વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાત ભરમાં ધક્કા ખાધા બાદ પણ પેન્શન નહી મળતા પરિવાર સાથે થાકી ને ન્યાય માટે ધરણા કર્યા હતાં. જ્યારે પણ મહિલા પેન્શન માટે જાય ત્યારે અધિકારીઓ તેમને સર્વિસ બુક નથી મળતી તેવા બહાના આપતા હોય ડોક્યુમેન્ટનાં અગલ અગલ બહારના આપી એક ઓફિસ થી બીજી ઓફિસે ધકેલી દેતા હોવાના આરોપ પણ લગાવાયા હતાં. ત્યારે વૃદ્ધ મહિલા સહિત આખો પરિવાર પેન્શન નહી મળે ત્યાં સુધી ધરણાં પર બેસવાની ચીમકી આપી હતી.

Exit mobile version