Site icon hindtv.in

સુરતની આઈઆઈએફડી સંસ્થા દ્વારા એક્ઝિબિશન

સુરતની આઈઆઈએફડી સંસ્થા દ્વારા એક્ઝિબિશન
Spread the love

સુરતની આઈઆઈએફડી સંસ્થા દ્વારા એક્ઝિબિશન
આરાસા નામના ભવ્ય ઈન્ટિરિયર ડિઝાઇનિંગ એક્ઝિબિશનનું આયોજન
ડિઝાઇન અને ફર્નિચર દ્વારા પોતાની સર્જનાત્મકતાની અનોખી ઝલક રજૂ કરી

સુરતની આઈઆઈએફડી સંસ્થા દ્વારા આરાસા નામના ભવ્ય ઈન્ટિરિયર ડિઝાઇનિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ 10 અનોખી થીમ પર તૈયાર કરેલી ડિઝાઇન અને ફર્નિચર દ્વારા પોતાની સર્જનાત્મકતાની અનોખી ઝલક રજૂ કરી હતી.

સુરતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા આઈઆઈએફડી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આરાસા ઈન્ટિરિયર ડિઝાઇનિંગ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 12 વર્ષથી યોજાતા આ પ્રદર્શનમાં આ વખતે 50થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ એન્ઝાયટી, હેપીનેસ, ફ્લેમિંગો, મ્યુઝિકલ, જ્યોમેટ્રિકલ શેપ્સ, 3ડી ડિઝાઇન તેમજ ડોગ-ફ્રેન્ડલી ફર્નિચર જેવી કુલ 10 અનોખી થીમ પર આધારીત આકર્ષક ડિઝાઈન અને ફર્નિચર તૈયાર કર્યું હતુ જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરીએ જણાવ્યું કે સંસ્થા છેલ્લા 13 વર્ષથી ફેશન, ઈન્ટિરિયર ડિઝાઇન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટના રોજગારલક્ષી કોર્સ દ્વારા હજારો વિદ્યાર્થીઓને કરિયર માટે તૈયાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે આજના યુગમાં સ્કિલ આધારિત શિક્ષણ સફળ કારકિર્દી માટે સૌથી મહત્વપૂર્ણ બની રહ્યું છે.

Exit mobile version