Site icon hindtv.in

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ ભાજપનો વિરોધ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ ભાજપનો વિરોધ
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ ભાજપનો વિરોધ
ડોર ટુ ડોર પ્રચારમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટર સામે રોષ
વિરોધ કરી લોકો ડોલમાં ગંદુ પાણી લઈ આવ્યા

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ ભાજપના કોર્પોરેટરો સામે વિરોધ જોવા મળ્યો હતો. ડોર ટુ ડોર પ્રચારમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટર સામે રોષ જોવા મળ્યો હતો.

સુરત શહેરમાં પાલિકાના ઈલેક્શનને લઈ તમામ પક્ષો કામે લાગ્યા છે ત્યારે સુરત શહેરમાં કેટલીક જગ્યાએ ભાજપનો વિરોધ જોવા મળ્યો છે. ડોર ટુ ડોર પ્રચારમાં ભાજપનો વિરોધ કરાયો છે. ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ઝંડા ચોક ખાતે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો હતો. વોટ માંગવા આવેલ નેતાઓનો સ્થાનિકોએ ઉઘડો લીધો હતો. પાણી બાબતે અનેક રજુઆત કરવા છતાં કોઈ કામ ના થતા વિરોધ કરી લોકો ડોલમાં ગંદુ પાણી લઈ આવ્યા અને પ્રચારના આવેલ સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન તથા કોર્પોરેટર સહિત ભાજપ કાર્યકરો સામે વિરોધ નોંધાવ્યો હતો.

Exit mobile version