કામરેજ ગામ ખાતે પણ ૭૯મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી
જીલ્લા પંચાયત સદસ્ય સુમનબેન દલપતભાઈ રાઠોડ ના હસ્તે ધ્વજ વંદન
સમગ્ર દેશની સાથે કામરેજ ગામ ખાતે પણ ૭૯મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત સદસ્ય સુમનબેન દલપતભાઈ રાઠોડ તેમજ ગામના સરપંચ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. ધ્વજ વંદન બાદ રાષ્ટ્રગીત ગવાયું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીએ પોતાના પ્રવચનમાં સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા અને દેશની પ્રગતિમાં દરેક નાગરિકના યોગદાન પર ભાર મૂક્યો હતો. તેમણે ગામના યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ગામ મા વિશાળ રેલી વંદેમાતરમ્ના નારા સાથે કાઢવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ગામના લોકોમાં દેશ પ્રત્યે ગૌરવ અને સન્માનની લાગણી સાથે સંપન્ન થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું.

