સુરત ના કાપોદ્રા માં આવેલ ઈક્વાલિટી ટ્યુશન ક્લાસિસ એ મેળવ્યું ૧૦૦% પરિણામ
2 વિધાર્થીઓએ A1 ગ્રેડ અને 4વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે લાંબા સમયથી આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે આતુરતાનો અંત આવ્યો છે જેમાં કાપોદ્રા વિસ્તારની ટ્યુશન ક્લાસી સે સો ટકા પરિણામ મેળવી જળહળથી સફળતા પ્રાપ્ત કરી છે
સુરત શહેરમાં પરિણામને લઇ વિવિધ શાળાઓમાં અને ટ્યુશન ક્લાસીસ માં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ઇક્વાલિટી ટ્યુશન ક્લાસીસે ધોરણ 12 બાદ ધોરણ 10 માં પણ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે ધોરણ 10 માં બે વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને ચાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે પરિણામ જાહેર થતાં જ ટ્યુશન ક્લાસીસમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી સરખામણીમાં આ વર્ષે વધુ સારું પરિણામ આવતાં ટ્યુશન ક્લાસીસ ના સંચાલકો શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી આ રીતે રાજ્યભરમાં ધોરણ 10 ના પરિણામ ને લઇ ખુશીના પડો સાથે કેટલા સ્થળોએ ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે

