Site icon hindtv.in

દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત

દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત
Spread the love

દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત
તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા
તમામ સુગરોમાં સરેરાશ 100 રૂ. થી વધુનો ભાવ વધારો

દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવતો હોઈ તેમ આજે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. જોકે ગત વર્ષ કરતા તમામ સુગરોએ સરેરાશ 100 રૂ. થી વધુનો ભાવ વધારો જોવા મળ્યો છે.

ખાંડ ઉત્પાદન કરતી તમામ સુગર મિલો 31 મી માર્ચે શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરાય છે. જેના ભાગ રૂપે આ વર્ષે આજે પણ સને 2025 – 26 ના શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરી આજે તમામ સુગર મિલોએ શેરડીના ભાવો પાડવા સુગર સંચાલકોની બેઠક મળી હતી. રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરી એ તો મોટી સંખ્યામાં સુગર મિલો કાર્યરત છે. કેટલાક વર્ષોથી સરકારના હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા સુગર સંચાલકોએ 3700 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. જેથી આજે તમામ સુગર મિલોએ આજે શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. શુ ધર્યા સુગર સંચાલકો એ કારણો સાંભળીએ .

આ વર્ષે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ગત વર્ષ કરતા સ્ટોક વેલ્યુ પણ વધુ નક્કી કરવામાં આવી હતી. ખાસ કરી ને સુરત જિલ્લા ની મહુવા સુગર નિજ વાત કારીએ તો ઘણા દિવસો થી ચર્ચા માં હતી. કારણકે પુરવઠા નો માર પડ્યો હતો. ભાવ પાડવાના સમયે સંચાલકો એ સૌને ચોંકાવી ગત વર્ષ કરતા 70 રૂ. ભાવ ઓછો પાડતા સભાસદો નારાજ થયાં હતાં. અને થોડો સમય માટે સુગર સંચાલકો ને આકરા સવાલો પણ કર્યા હતાં. કારણકે દરેક માસ નો ભાવ માત્ર 3101 રૂ. રાખવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં સરકારના હસ્તક્ષેપ અને સુગર સંચાલકોને એકબીજાને સાચવવાની નીતિથી ખેડૂતોને ભાવમાં માર પડી રહ્યો છે. જ્યારે પીઢ સહકરી આગેવાન માનસિંગ પટેલની મહુવા સુગરમાં 3101 રૂ. ભાવ પડતા વિવાદ સર્જાયો હતો. તમામ સુગરએ આજે શેરડીના ટન દીઠ પ્રથમ ભાવોની વાત કરીએતો બારડોલી સુગર એ – 3672, મઢી સુગરએ 3511 રૂ., ચલથાણ સુગરએ – 3406 રૂ. , કામરેજ સુગરએ 3718 રૂ. , સાયણ સુગરએ 3656 રૂ, મહુવા સુગરએ 3101 રૂ. ભાવ જાહેર કર્યા હતા….

Exit mobile version