અરેઠ નવા ફળિયા ખાતે વર્ષો જૂની સમસ્યાનો અંત
સ્થાનિક એકતાની જીત, જોખમી ચેક પોસ્ટ હટાવવામાં આવી
અરેઠ નવા ફળિયા ખાતે વર્ષો થી આવેલી ભૂસ્તર વિભાગની ખોટી રીતે બનાવાયેલી ચેક પોસ્ટ સ્થાનિક લોકો માટે સતત મુશ્કેલી અને અકસ્માતોનું કારણ બની રહી હતી. અનેક રજૂઆતો, માંગણીઓ અને અપીલો છતાં લાંબા સમય સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.
ચેક પોસ્ટના કારણે રસ્તા પર ગંભીર blindspot સર્જાતો હોવાથી અનેક અકસ્માતો બન્યા હતા અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તાજેતરમાં ફરી એક ગંભીર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિકાસનું પ્રતીક બનવો જોઈએ એવો નવો રસ્તો ચેક પોસ્ટના કારણે “મોતનો રસ્તો” બની ગયો હતો. આ ઘટનાના વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા આશરે 4 કલાક સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોની એકતા, જનઆક્રોશ અને સતત દબાણ બાદ અંતે અડધી રાત્રે જોખમી ચેક પોસ્ટ હટાવવામાં આવી હતી. આ સમગ્ર આંદોલનમાં સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય રાકેશભાઈ વદેશિયા, સરપંચ મિતલ વિલાસભાઈ ચૌધરી, જીમ્મી ગામીત, તાલુકા પંચાયત સભ્ય પિયુષ ચૌધરી બલ્લુભાઈ ચૌધરી અને હિમાંશુ ચૌધરી સત્યન ચૌધરી સરપંચ અરેઠ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ માત્ર ચેક પોસ્ટ હટાવવાની ઘટના નથી, પરંતુ સ્થાનિક એકતા, જનશક્તિ અને લોકોના હક્કોની મોટી જીત છે.“જ્યારે લોકો એક થાય છે, ત્યારે વર્ષો જૂની અવગણના પણ ઝૂકી જાય છે.”..

