Site icon hindtv.in

માંડવી આઈ.ટી.આઈ ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતીમેળો યોજાયો

માંડવી આઈ.ટી.આઈ ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતીમેળો યોજાયો
Spread the love

માંડવી આઈ.ટી.આઈ ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતીમેળો યોજાયો
5 ઔદ્યોગિક એકમોમાં 615 જગ્યા માટે 255 ઉમેદવારો હાજર

માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર એપ્રેન્ટિસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

માંડવી આઈ.ટી.આઈ ખાતે યોજાયેલ રોજગાર ભરતીમેળામાં સુરત જીલ્લાની 5 અલગ-અલગ ઔદ્યોગિક એકમોએ રોજગાર એપ્રિન્ટિસ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને હાજર રહેલા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરી ઇન્ટરવ્યુની પ્રક્રિયા બાદ રોજગારી માટે તક પૂરી પાડી હતી. 5 જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા 615 કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા યોજવામાં આવી હતી. જેમાં 80 જેટલા ઉમેદવારો રોજગાર માટે પ્રાથમિક પસંદગી પામ્યા હતાં.માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં આચાર્ય બી.એસ ગામીત, આસિસ્ટન્ટ એપ્રિન્ટિસ એડવાઇઝર જે.સી.ચૌધરી અને એસ.બી.ચૌધરી અને સમગ્ર સ્ટાફે સંચાલન કર્યું હતું..

Exit mobile version