અમરેલી: બગસરાના નવા વાઘણીયા ગામે વીજળી ખાબકી
આસપાસના મકાનોને નુકશાન થયાનું સામે આવ્યું
ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકારણો બળી જતાં થયું નુકસાન
રાત્રે ખાબકેલ વીજળીથી થયેલા નુકશાની અંગેના વીડિયો આવ્યા સામે
વીજળી પડવાથી નુકસાનીના વળતર અંગે મકાન માલિકે માંગ કરી …..
અમરેલીના બગસરાના નવા વાઘણીયા ગામે વીજળી ખાબકી હતી. નવા વાઘણીયા ગામે રાત્રે પડેલ ભારે વરસાદ અને ખાબકેલ વીજળીને કારણે મકાનને નુકશાન થયું હતું.
આસપાસના મકાનોને નુકશાન થયાનું વિડિઓ સામે આવ્યું. અગાસી પર લગાવેલ સોલર પેનલ સાથે ધાબામાં તિરાડો પડી ગઈ છે.ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકારણો બળી જતાં મોટું નુકસાન થયું છે. રાત્રે ખાબકેલ વીજળીથી થયેલા નુકશાની અંગેના વીડિયો પણ સામે આવ્યા છે.વીજળી પડવાથી નુકસાનીના વળતર અંગે મકાન માલિકે માંગ કરી છે.

