Site icon hindtv.in

સુરતના ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલની ચૂંટણીનું પરિણામ

સુરતના ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલની ચૂંટણીનું પરિણામ
Spread the love

સુરતના ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલની ચૂંટણીનું પરિણામ
કોંગ્રેસ નેતા દર્શન નાયકે અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા
દર્શન નાયકે 700 થી વધુ મત મેળવી વિજય હાંસલ કર્યો

સુરતના ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ આવ્યુ છે જેમાં કોંગ્રેસ નેતા દર્શન નાયકે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ભવ્ય જીત મેળવી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા દર્શન નાયકનો વિજય થયો છે. દર્શન નાયક સામે ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, તેમ છતાં અપક્ષ તરીકે ચૂંટણી લડેલા દર્શન નાયકે જંગી મતોથી જીત મેળવી છે. સાંધિયેર ઝોનમાં કુલ 1312 જેટલું મતદાન થયું હતું, જેમાં દર્શન નાયકે 700 થી વધુ મત મેળવી વિજય હાંસલ કર્યો છે.

આ જીત સાથે સાયણ સુગર મિલની ચૂંટણીમાં દર્શન નાયકનું રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Exit mobile version