Site icon hindtv.in

દ્વારકા મેઘપર ટીટોડી ગામમાં ચૂંટણી બહિષ્કારનો સૂર

દ્વારકા મેઘપર ટીટોડી ગામમાં ચૂંટણી બહિષ્કારનો સૂર
Spread the love

દ્વારકા મેઘપર ટીટોડી ગામમાં ચૂંટણી બહિષ્કારનો સૂર
રોડ-રસ્તાના અભાવે ગ્રામજનોએ લીધો મોટો નિર્ણય
2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કરશે બહિષ્કાર

દ્વારકા કલ્યાણપુર તાલુકાના મેઘપર ટિટોડી ગામના ગ્રામજનોએ બિસ્માર રસ્તાના મુદ્દે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગામથી નેશનલ હાઈવે અને હંજરાપર ગામને જોડતો માર્ગ વર્ષોથી અત્યંત ખરાબ હાલતમાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના બંગલાવાડી વિસ્તારના રહીશો દ્વારા તેમના ગંભીર પડતર પ્રશ્નો અંગે મતદાન બહિષ્કારનો નિર્ણય કરાયો હતો. તે પછી કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર તથા રાજકીય આગેવાનોને લેટર લખીને આગામી જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો છે.

ખંભાળીયા દ્વારકા હાઇવેથી મેઘપર ટીટોડી ગામનો રોડ પંદર વર્ષથી બનાવાયેલો નથી તથા મેઘપર ટીટોડીથી હજડાપરનો રોડ પણ ના બનાવાતા ગ્રામજનોએ મિટિંગ યોજીને ગામ લોકો આ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે તેમ જાહેર કર્યું છે.

Exit mobile version