Site icon hindtv.in

અઠવા પોલીસે ફોન ચોરીના ગુનામાં 4 આરોપીઓ ઝડપ્યા

અઠવા પોલીસે ફોન ચોરીના ગુનામાં 4 આરોપીઓ ઝડપ્યા
Spread the love

અઠવા પોલીસે ફોન ચોરીના ગુનામાં 4 આરોપીઓ ઝડપ્યા
આરોપીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી
આરોપી પાસેથી કુલ 2 લાખ 92 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની અઠવા પોલીસે એમેઝોન કુરીયર પાર્સલમાંથી મોબાઈલ ફોન ચોરી કરી વેંચવાના ગુનામાં ચાર આરોપીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત શહેરની અઠવાલાઇન્સ પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઇલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ અલ્તાફ શેખ, ભૌતિક મિસ્ત્રી, આયુષ રણજીત પટેલ અને સલમાન સુલેમાન શેખની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ 2 લાખ 32 હજારની કિંમતના 11 મોબાઇલ ફોન/ટેબ્લેટ અને એક ટેમ્પો સહિત કુલ 2 લાખ 92 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ચોરીમાં કુરિયર કંપનીના જ ત્રણ ડિલિવરી બોય ભૌતિક કાશીનાથ મિસ્ત્રી, આયુષ રણજીત પટેલ અને સલમાન સુલેમાન શખ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

Exit mobile version