Site icon hindtv.in

સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા ફરી પ્રયાસો તેજ

સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા ફરી પ્રયાસો તેજ
Spread the love

સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા ફરી પ્રયાસો તેજ
એસડીબીના ચેરમેન ગોવિંદ ધોળકિયાનો સભ્યોને લાગણીસભર પત્ર
દિવાળી બાદ પોતાની ઓફિસ શરૂ કરવા સભ્યોને અપીલ
સુરત ડાયમંડ બુર્સમાં હીરા વેપાર વધારવા પ્રયાસો તેજ

સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા હવે ફરી પ્રયાસો તેજ બન્યા હોય તેમ એસડીબીના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ સભ્યોને લાગણીસભર પત્ર લખીને દિવાળી બાદ પોતાની ઓફિસ શરૂ કરવા અપીલ કરી હતી. તો વાઇસ ચેરમેન લાલજી પટેલે સ્વીકાર્યું છે કે લોકાર્પણના ચાર વર્ષ બાદ પણ ડાયમંડ બુર્સને અપેક્ષિત સફળતા મળી નથી.

સુરત ડાયમંડ બુર્સમાં વેપારી પ્રવૃત્તિઓ વધારવા માટે ચેરમેન ગોવિંદ ધોળકિયાએ હવે વડીલ તરીકે સભ્યોને ભાવુક અપીલ કરી છે. વેપારીઓ એકબીજાની રાહ જોવાને બદલે પોતાની નૈતિક જવાબદારી સમજીને દિવાળી બાદ ઓફિસ શરૂ કરવાનો સંકલ્પ લે તેવી અપીલ કરવામાં આવી હતી. એસડીબીના વાઈસ ચેરમેન લાલજી પટેલના જણાવ્યા અનુસાર શરૂઆતમાં અંદાજે 250 વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી. જોકે, વેપારીઓને ધંધો નહીં ચાલે અને ફરી ઓફિસ બદલવી પડશે તેવી ચિંતા સતાવી રહી છે. યુક્રેન યુદ્ધના કારણે પણ કેટલાક વેપારીઓએ ઓફિસ શરૂ કરવા પાછળ ખર્ચ કરવાનું ટાળ્યું હતું. લાલજી પટેલે મુંબઈ ડાયમંડ બુર્સનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે તેને પણ ધમધમતું થતાં પાંચથી છ વર્ષ લાગ્યાં હતાં. સુરત ડાયમંડ બુર્સને પણ સમય લાગશે, પરંતુ તે જરૂર સફળ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

Exit mobile version