માંડવીમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરાઈ
ગણેશજીની ભક્તિભાવ માહોલમાં અનોખી રીતે ઉજવણી કરાઈ
માંડવી નગર ગણેશ દાદાના રંગે રંગાયું
સુરત જિલ્લાના માંડવી નગર ખાતે ઉમા ગણેશ નવયુવક મંડળ દ્વારા ડાયા પાર્ક સોસાયટી ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના ભક્તિભાવ માહોલમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે .
માંડવી નગર ખાતે આવેલ ડાહ્યા પાર્ક સોસાયટી ખાતે આ વર્ષે ગણેશ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ઇકો ફ્રેન્ડલી મંડપ જે બાજ અને દડિયા થી બનાવેલ છે.જે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે ગણેશ દાદા ની શુદ્ધ માટી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે. આ વખતે ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા નક્કી કરેલા તમામ નિયમોનું અહીં પાલન કરવામાં આવ્યું છે જેવા કે સીસીટીવી કેમેરા, સ્વચ્છતા,ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિ,વગેરેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું છે તેમજ મંડપમાં સુંદર રોશની નો શણગાર પણ કરવામાં આવે છે. માંડવી નગર જાણે ગણેશ દાદાના રંગે રંગાયું છે.

