ભાવનગરમાં વહેલી સવારે રીક્ષાચાલકનો આતંક
પાનની દુકાનમાં રીક્ષા ઘુસાડી થડો તોડી ફરાર
ભાવનગરના કુંભારવાડા ખોડીયાર ચોકમાં આવેલ ખોડીયાર પાનની દુકાને વહેલી સવારે અજાણ્યા રીક્ષા ચાલકે રીક્ષા ભટકાડીને અમારા થડાને તોડી નાખી નુકશાન કરી રીક્ષા લઈને ચાલક ફરાર થઈ ગયેલ જે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ. જેથી સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે જીતેન્દ્રભાઈ આર વેગડે પોલીસમાં અરજી કરી અને આ ઘટનાને લઈને વહેલી તકે કાર્યવાહી થાય તેવી રજૂઆત અરજીમાં કરવામાં આવી છે જોકે આ ઘટનાને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી..

