પુણાગામમાં વહેલી સવારે આગની ઘટના
શિવમ કોમ્પ્લેક્સ પાછળ હોટફિક્સના કચરાના ઢગલામાં આગ
કચરાના ઢગલામાં આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી
સુરતના પુણાગામ વિસ્તારમાં વહેલી સવારે શિવમ કોમ્પ્લેક્સની પાછળ હોટફિક્સના કચરાના ઢગલામાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.
સુરતના પુણાગામ વિસ્તારમાં હોટફિક્સના કચરામાં આગ લાગવાની ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. શિવમ કોમ્પ્લેક્સના પાછળના ભાગે વહેલી સવારે કચરાના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, દીવાલ પાછળ પાર્ક કરેલી બે કાર આગની ઝપેટમાં આવતાં બચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ હોટફિક્સના કચરાના ઢગલામાં વારંવાર આગ લાગતી હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત છે

