સુરતના સીમાડામાં બ્રિજની કામગીરી દરમિયાન માટી ધસી પડતાં મકાન નમ્યું.
વાલમ નગરમાં મકાન જોખમી બન્યું, ધરાશાયી થવાની ભીતિ.
બ્રિજની કામગીરીમાં દુકાન માલિકને નુકસાન, તંત્ર સામે સવાલ.
સુરતના સીમાડા વિસ્તારમાં વાલમ નગરમાં ખાડી કિનારે આવેલી બ્રિજની કામગીરી સમયે માટી ઘસી પડતાં નજીકનું મકાન નમી ગયું હતું. મકાન નમી જતાં દુકાન માલિકને નુકસાન થયું છે. હાલ મકાન જોખમી સ્થિતિમાં ઊભું છે અને તે ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે.
સુરતના સીમાડા વાલમ નગરમાં ખાડી કિનારે બ્રિજની કામગીરી દરમિયાન માટી ઘસી પડતાં મકાન નમી જવાની ઘટના સામે આવી હતી. માટી ધસી પડવાના કારણે મકાનને નુકસાન થતાં દુકાન માલિકની ચિંતામાં વધારો થયો છે. હાલ મકાન જોખમી હાલતમાં ઊભું હોવાથી તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. સદનસીબે સાવચેતીના ભાગરૂપે મકાન ખાલી કરાવવામાં આવ્યું છે. હવે આ મામલે સંબંધિત તંત્ર દ્વારા સલામતીનાં પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

