Site icon hindtv.in

સુરત સરથાણા પોલીસ મથક વિસ્તારમાં ડુપ્લીકેટ સ્પેરપાર્ટસ

સુરત સરથાણા પોલીસ મથક વિસ્તારમાં ડુપ્લીકેટ સ્પેરપાર્ટસ
Spread the love

સુરત સરથાણા પોલીસ મથક વિસ્તારમાં ડુપ્લીકેટ સ્પેરપાર્ટસ
એલસીબી ઝોન 1 અને સરથાણા પોલીસની ટીમે ઝડપી પાડ્યો
સાગર નાકરાણી, ગૌતમ ખુંટ અને અનિલ વઘાસીયાની ધરપકડ

સુરત સરથાણા પોલીસ મથક વિસ્તારમાંથી મારૂતિ સુઝુકી તથા હ્યુન્ડાઈ અને અન્ય કંપનીના કારના ડુપ્લીકેટ સ્પેરપાર્ટસનુ ગોડાઉન એલસીબી ઝોન 1 અને સરથાણા પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર દ્વારા બ્રાન્ડેડ ચીજ વસ્તુઓના નામે ડુપ્લીકેટ વેંચનારાઓ પર વોચ રાખવા આપેલી સુચનાને લઈ એલસીબી ઝોન 1ની ટીમના અહેકો સહદેવસિંહ તથા કરણસિંહને મળેલી બાતમીના આધારે સરથાણ પોલીસ સાથે મળી સરથાણા સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેશન સામે સ્વાગત સોસાયટીમાં મોમાઈ ટી સ્ટોલની બાજુમાં આવેલ મધર ઓટો એજન્સીમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી મારૂતી સુઝુકી, હ્યુન્ડાઈ અને અન્ય કંપનીઓના ડુપ્લીકેટ સ્પેર પાર્ટસ મળી આવતા પોલીસે 18 લાખ 77 હજારથી વધુની મત્તા કબ્જે કરી દુકાનમાંથી સાગર નાકરાણી, ગૌતમ ખુંટ અને અનિલ વઘાસીયાની ધરપકડ કરી તમામ સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version