Site icon hindtv.in

સુરતના મોટા વરાછામાં દારૂના નશામાં અકસ્માત

સુરતના મોટા વરાછામાં દારૂના નશામાં અકસ્માત
Spread the love

સુરતના મોટા વરાછામાં દારૂના નશામાં અકસ્માત
ઈકો કાર ચાલકે અકસ્માત સર્જતા ભારે હોબાળો મચ્યો
કાર ચાલકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો

સુરતના મોટા વરાછામાં દારૂના નશામાં ઈકો કાર ચાલકે અકસ્માત સર્જતા ભારે હોબાળો મચ્યો હતો. રામ ચોક પાસે અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાર ચાલકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો.

સુરતમાં ફરી એક રફતારના રાક્ષસે અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો હતો. મોટા વરાછાના રામચોક પાસે ઈકો કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. અને અકસ્માન બાદ ઈકો કારચાલક ભાગવા જતો હતો, ત્યારે લોકોએ તેને રોકી કારમાંથી બહાર કાઢ્યો હતો. ચાલક દારૂના નશામાં હોવાનું જણાતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો અને તેને માર માર્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ 112 પર કોલ કરી પોલીસને બોલાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચાલકને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version