Site icon hindtv.in

સુરતમાં દરગાહમાં નશામાં ધુત વિધર્મીએ તોડફોડ કરી

સુરતમાં દરગાહમાં નશામાં ધુત વિધર્મીએ તોડફોડ કરી
Spread the love

સુરતમાં દરગાહમાં નશામાં ધુત વિધર્મીએ તોડફોડ કરી
પુસ્તકો ફાડી નાંખતા ચકચાર મચી જવા પામી
સ્થાનિકોએ નસેડીને પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ દરગાહમાં નશામાં ધુત વિધર્મીએ તોડફોડ કરી પુસ્તકો ફાડી નાંખતા ચકચાર મચી જવા પામી હતી તો સ્થાનિકોએ નસેડીને પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.

સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં બાટલીબોઈ પાસે આવેલ હજરત ગેબન શહીદ બાવા દરગાહમાં તોડફોડ કરાઈ હતી. દારૂના નશામાં ધૂત અજય નામના નસેડીએ દરગાહમાં મુકેલ ધાર્મિક પુસ્તકો ફાડી નાંખ્યા બાદ બારીઓના કાચ તોડી નાંખી અત્તરની બોટલોની તોડફોડ કરી હતી. અને દરગાહમાં સમાન વેરવિખેર કરી નાખ્યું હતું. તો બનાવને લઈ સ્થાનિકોએ ત્યાં દોડી જઈ નસેડી અજય ને પકડી બરાબરનો મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો. હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version