Site icon hindtv.in

ભાવનગરમાં કફ સીરપની આડમાં ચાલતા નશાના વેપારનો પર્દાફાશ,

ભાવનગરમાં કફ સીરપની આડમાં ચાલતા નશાના વેપારનો પર્દાફાશ,
Spread the love

ભાવનગરમાં કફ સીરપની આડમાં ચાલતા નશાના વેપારનો પર્દાફાશ,
30 બોટલ સાથે એક ઝડપાયો

ભાવનગરમાં કફ સીરપની આડમાં ચાલતા નશાના વેપારનો પર્દાફાશ, 30 બોટલ સાથે એક ઝડપાયો

ભાવનગરના નવાપરા તબેલા કેમ્પ વિસ્તારમાં કફ સીરપની બોટલોનો સંગ્રહ કરી નશા માટે તેનું વેચાણ કરતા એક શખ્સને નિલમબાગ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી માદક પદાર્થ ધરાવતી 30 કફ સીરપની બોટલો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે, નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, નવાપરા તબેલા કેમ્પમાં રહેતો હનીફ સતારભાઈ શાહ પોતાના ઘરે કફ સીરપની બોટલો રાખી તેને નશાના હેતુથી વેચાણ કરે છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી રેડ કરી હતી, પોલીસ ટીમે પંચોની હાજરીમાં આરોપી હનીફ શાહના ઘરે તપાસ કરતા એક પ્લાસ્ટિકના કોથળામાંથી ‘REXCRON T’ લખેલી 100 ML ની 30 કફ સીરપની બોટલો મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આ બોટલોમાં ‘કોડીન ફોસ્ફેટ’ નામનું તત્વ છે, જે નાર્કોટિક્સ ડ્રગ્સની શ્રેણીમાં આવે છે અને તે નશા માટે હાનિકારક છે. સ્થળ પર હાજર એફ.એસ.એલ. અધિકારી અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે પણ આ બોટલોમાં નશાકારક તત્વો હોવાનો અભિપ્રાય આપ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી હનીફે કબૂલાત કરી હતી કે આ બોટલો તે ભાવનગરનો મૂળ રહેવાસી અને હાલ અમદાવાદ રહેતા ‘ફાઇક ઉર્ફે જોન મૌલાના વહાબભાઈ કુરેશી’ પાસેથી લાવ્યો હતો. પોલીસે આરોપી હનીફ શાહની ધરપકડ કરી તેની પાસેથી 30 બોટલ કફ સીરપ, એક મોબાઈલ ફોન તથા અન્ય દસ્તાવેજો મળી કુલ રૂપિયા 9752 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપી હનીફ અને તેને સીરપ પૂરી પાડનાર ફાઇક ઉર્ફે જોન વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version