Site icon hindtv.in

અમદાવાદ શહેરમાં ડ્રોપ આઉટ રેશિયો

અમદાવાદ શહેરમાં ડ્રોપ આઉટ રેશિયો
Spread the love

અમદાવાદ શહેરમાં ડ્રોપ આઉટ રેશિયો
શહેરમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા એક્શન પ્લાન તૈયાર.
જિલ્લા શિક્ષણ કચેરીએ બનાવ્યો ખાસ એક્શન પ્લાન.

અમદાવાદમાં ધોરણ 8 પાસ કરનારા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી ભણવાનું ન છોડે તે માટે જિલ્લા શિક્ષણ કચેરીએ કમર કસી છે. હવે એક ક્લિક પર વાલીઓને શાળાઓની વિગત મળશે અને દરેક વિદ્યાર્થીનું ટ્રેકિંગ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિકમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ન થાય તે માટે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઘણીવાર આર્થિક કે અન્ય સામાજિક કારણોસર બાળકો ધોરણ 8 પછી અભ્યાસ છોડી દેતા હોય છે, જેને ‘ડ્રોપ આઉટ’ કહેવામાં આવે છે. આ રેશિયો ઘટાડવા અને દરેક બાળકને માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે આ વખતે તંત્ર વધુ સતર્ક બન્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ધોરણ 8 પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ટ્રેકિંગ કરવામાં આવશે. વિદ્યાર્થીએ ધોરણ 9 માં એડમિશન મેળવ્યું છે કે નહીં? જો નથી મેળવ્યું તો તેની પાછળ કયા કારણો જવાબદાર છે? તેને એડમિશનમાં કઈ તકલીફ પડી રહી છે? આ તમામ બાબતોની ઝીણવટભરી તપાસ અને ટ્રેકિંગ ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે.

આ વર્ષે અમદાવાદમાં અંદાજે 87,000 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરી છે. જેમાં સ્કૂલ બોર્ડના 18,000 અને ખાનગી શાળાઓના 66,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 9 માં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરવા માટે ‘સાર્થિ હેલ્પલાઈન’ પણ કાર્યરત કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થીને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે, તો આ હેલ્પલાઈન દ્વારા તેમને નજીકની ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં પ્રવેશ અપાવવામાં મદદ કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version