સુરતમાં બેફામ દોડતા ટ્રકના ચાલકો
ટ્રકના ચાલકો વારંવાર સર્જી રહ્યા છે અકસ્માત
કતારગામમાં સુમુલના ટ્રક ચાલકે સાઈકલ સવાર વૃદ્ધ વકીલને અડફેટે લીધા
સુરતમાં બેફામ દોડતા ટ્રકના ચાલકો વારંવાર અકસ્માત સર્જે છે ત્યારે કતારગામમાં સુમુલના ટ્રક ચાલકે સાઈકલ સવાર વૃદ્ધ વકીલને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યા હતાં.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનના ચાલકો અકસ્માત સર્જે છે ત્યારે સુરતના કતારગામ કાંસા નગર ખાતે સાયકલ સવાર સિનિયર વકીલને સુમુલ દુધના ટ્રકના ચાલકે અડફેટે લીધા હતાં. બેફામ આવેલા દુધના ટ્રક ચાલકે સાયકલ સવાર એવા રામપુરા ચોકી શેરીમાં રહેતા શિનિયર વકીલ અબ્દુલ નાનજી મુલતાનીને અડફેટે લઈ 10 થી 15 ફુટ ઘસડ્યા હતા જેને લઈ ગંભીર ઈજાઓ થતા વૃદ્ધનુ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

