Site icon hindtv.in

સુરતમાં બીઆરટીએસ બસ સેવાના ડ્રાઈવર પર હુમલો

સુરતમાં બીઆરટીએસ બસ સેવાના ડ્રાઈવર પર હુમલો
Spread the love

સુરતમાં બીઆરટીએસ બસ સેવાના ડ્રાઈવર પર હુમલો
બુરખો પહેરેલી મહિલા દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના
સીસીટીવીમાં ઘટના કેદ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરતમાં બીઆરટીએસ બસ સેવાના ડ્રાઈવર પર બુરખો પહેરેલી મહિલા દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. તો સીસીટીવીમાં ઘટના કેદ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા બીઆરટીએસ બસમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના વાય-જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક બુરખો પહેરેલી મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઇવર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઇવર લોહીલુહાણ થયો છે અને હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. તો મહિલાએ અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઈવરને સુચના આપી હતી જો કે ડ્રાઈવરે નિયત કરેલા બસ સ્ટેન્ડ પર જ ઉભી રાખતા મહિલાએ હુમલો કર્યો હોવાની રાવ ડ્રાઈવરે વ્યક્ત કરી હતી. હાલ તો આ મામલે તટસ્થ તપાસની માંગ કરાઈ છે.

Exit mobile version