Site icon hindtv.in

તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન માટે કવાયત

તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન માટે કવાયત
Spread the love

તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન માટે કવાયત
કીમ ચાર રસ્તાથી એના તરફનો એક્સપ્રેસ હાઇવે ખુલ્લો મુકાશે,
24 કલાકમાં કામગીરી પૂર્ણ થવાની શકયતા

વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ છે. તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે.

કામરેજ તાપી નદીના બ્રિજ પર હાલમાં લોખંડની પ્લેટથી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રોડ પરિવહન મંત્રીનું ધ્યાન દોર્યું હતું. બ્રિજની સ્થિતિની ગંભીરતાને જોતાં રોડ પરિવહન મંત્રીએ કાયમી સમાધાન માટેની કામગીરી કરવા સૂચના આપી છે. કામગીરી દરમિયાન હાઇવે બંધ કરવો પડશે. તેના વિકલ્પ રૂપે કીમ ચારરસ્તાથી એના તરફ જતો એક્સપ્રેસ હાઇવે ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદથી મુંબઈ જતાં વાહનો આ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઈ શકશે.

એક્સપ્રેસ હાઇવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આગામી 24 કલાક સુધીમાં એક્સપ્રેસ હાઇવે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. આ માર્ગ ખુલ્લો મૂકાતા વાહનચાલકોને રાહત મળશે અને ટ્રાફિક સમસ્યા હળવી બનશે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version