સુરત મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ મંજુર
શાસકોએ 708 કરોડના વધારા સાથે મંજુરીની મહોર મારી
વિધવા માતા અને બહેનો માટે સામાન્ય વેરામાંથી મુક્તિ
સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા રજુ કરાયેલા વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટને શાસકોએ 708 કરોડના વધારા સાથે મંજુરીની મહોર મારી હતી.
સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત કમિશનર એમ. નાગરાજને રજુ કરેલા વર્ષ 2026-27ના 10 હજાર 593 કરોડના રજુ કરેલા બજેટ પર શાસકોએ મેરેથોન ચર્ચા કર્યા બાદ તેમાં 708 કરોડનો વધારો કરી 11 હજાર 301 કરોડનુ ડ્રાફ્ટ બજેટ મંજુર કર્યુ છે. જે અંગે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલએ માહિતી આપી હતી. અને જણાવ્યુ હતુ કે વિકસતુ શહેર વિકાસની કેડીને આગળ વધારવા માટે કર અને દરનિા વધારા વગરનો બજેટ રજુ કરાયો છે. તો વિધવા માતા અને બહેનો માટે સામાન્ય વેરામાંથી મુક્તિ અને વડીલો માટે બીઆરટીએસમાં વિના મુલ્યે મુસાફરી, નેચર પાર્ક રિડેવલમેન્ટ, સુરતી હાર્ટ બજાર, અને તમામ ઝોનમાં આધાર સેન્ટર સાથે ધાર્મિક સ્થળોએ પાણી, ડ્રેનેજ, રસ્તા, પેવર બ્લોક, વોટર કુલર, સોલાર પેનલ સહિત માટે સહાય સહિતની જાહેરાત કરાઈ હતી.

