Site icon hindtv.in

માંડવીની બાલકૃષ્ણ ગૌશાળાની ડૉ. પ્રવીણ તોગડિયાએ મુલાકાત લીધી

માંડવીની બાલકૃષ્ણ ગૌશાળાની ડૉ. પ્રવીણ તોગડિયાએ મુલાકાત લીધી
Spread the love

માંડવીની બાલકૃષ્ણ ગૌશાળાની ડૉ. પ્રવીણ તોગડિયાએ મુલાકાત લીધી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું સન્માન
બાલકૃષ્ણ ગૌશાળામાં ગૌમાતાની સેવા અને સંરક્ષણ માટે પ્રયાસો
નિરાધાર અને ઘાયલ ગૌમાતાની સેવા કરતી બાલકૃષ્ણ ગૌશાળાની કામગીરી

કચ્છના માંડવી ખાતે આવેલી બાલકૃષ્ણ ગૌશાળાની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને સંસ્થાપક ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગૌશાળા પરિવાર દ્વારા તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માંડવીમાં વન સ્ટેપ ફોર હેલ્પ ફાઉન્ડેશન સંચાલિત બાલકૃષ્ણ ગૌશાળા ખાતે ડૉ. પ્રવીણભાઈ તોગડિયાનું આગમન થયું હતું. એમ.એસ. સર્જન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તથા સંસ્થાપક ડૉ. તોગડિયાએ ગૌશાળાની મુલાકાત લઈને ગૌસેવાના કાર્યની માહિતી મેળવી હતી બાલકૃષ્ણ ગૌશાળા નિરાધાર, બીમાર, દિવ્યાંગ તેમજ અકસ્માતમાં ઘાયલ ગૌમાતાની સેવા, સારવાર અને આશ્રય માટે કાર્યરત છે. ગૌમાતાની સેવા અને સંરક્ષણના આ સેવાકાર્યને વધુ વ્યાપક બનાવવા તેમજ સમાજના વધુમાં વધુ લોકો ગૌસેવા સાથે જોડાય તેવા હેતુથી ગૌશાળા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ગૌશાળા પરિવાર દ્વારા ડૉ. પ્રવીણભાઈ તોગડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

Exit mobile version