ડો.બાબાસાહેબ આંબેડકરજીનો ફોટો જાહેરમાં સળગાવ્યો
દેશભરમાં તંગદીલીનું અને રોષનું વાતાવરણ
સુરતમાં અસંવૈધાનિક સંગઠનો સામે પગલા લેવા માંગ કરાઈ
ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીનો ફોટો જાહેરમાં સળગાવી દઈ, પગ નીચે કચડી મહામાનવનું અપમાન કરી, સમસ્ત આંબેડકરી અને સંવિધાનને માનનારા દેશવાસીઓની ધાર્મિક ભાવનાઓ દુભાવી, દેશભરમાં તંગદીલીનું અને રોષનું વાતાવરણ ઉભું કરનાર અસામાજિક તત્વો વિરૂધ્ધ કડકાઇથી પગલાં લઈ તેમના તથા તેમના દ્વારા ચાલતાં અસંવૈધાનિક સંગઠનો સામે પગલા લેવા માંગ કરાઈ હતી.
સુરત કલેકટરને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ સુરત શહેર દ્વારા આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીએ દેશ માટે સૌથી મુલ્યવાન અને દેશનું સર્વશ્રેષ્ઠ સંવિધાનની રચના કરી છે. તથા તેમણે દેશમાં સમાનતા, બંધુત્વતા અને લોકશાહી સ્થાપી દેશમાં થતાં અન્યાય અને અત્યાચારોનો ખાતમો કરવાનું કામ કર્યુ છે. તેઓ દેશના રાષ્ટ્રીય નેતા છે તથા તેમની વિરૂધ્ધ કોઈ અસમાજીક કૃત્ય કરવું એ દેશની કાર્યપ્રમાલી અને કાયદા પ્રણાલીની વિરૂધ્ધનું કૃત્ય ગણી શકાય છે અને તે કૃત્યને દેશની વિરૂધ્ધનું એટલે કે દેશદ્રોહનું કૃત્ય પણ ગણી શકાય છે. ત્યારે ગત પહેલી જાન્યુઆરી 2026ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના પટેલ નગ ખાતે સીટી સેન્ટરમાં અનિલ મિશ્રા, મોહીત શર્મા, અભિ દૂબે, બાનેન્દ્ર શર્મા, કુલદીપ કાંકેરીયા, અમિત ભદૌરીયા, ચૌરવ વ્યાસ સહીતના કેટલાંક અસમાજીક અને અસંવૈધાનિક સંગઠનોના અસમાજીક તત્વોએ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીનો ફોટો જાહેરમાં સફગાવી દઈ ફોટોને પગ અને જુતાઓ નીચે કચડીને ભાબાસાહેબ આંબેડકરજી તથા સકપાળ જાતી વિરૂદ્ધ નારાબાજી કરી હતી. જેથી સુરત શહેર સહીત સમગ્ર ભારત દેશમાં રહેતાં સમસ્ત બૌદ્ધ-આંબેડકરી સમાજ તેમજ સંવિધાન અને સંવિધાનની રચના કરનાર ડો. બાબાસાહેબ આંબેડકરજીને માનનારા દેશવાસીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે.
સમગ્ર દેશમાં ભારત દેશના રાષ્ટ્રીય નેતા ડો.બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન કરી દેશભરમાં તંગદીલી અને રોષનું વાતાવરણ ઉભું કરી દેશની અખંડીતતાને તોડવાનું કામ કરી દેશ વિરોધઈ કૃત્ય એટલે કે દેશદ્રોહનું કૃત્ય કર્યુ છે તેમજ તે દેશદ્રોહીનું ભયંકર કૃત્ય કરી તેને સોશિયલ મિડીયામાં અપલોડ કરી, વાયરલ કરી દેશના લોકોને ઉશ્કેરવાનુ ગુનાહીત કૃત્ય કર્યુ છે. આમ દેશના લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાવી, દેશના રાષ્ટ્રીય નેતાનો ફોટો સળગાવી અપમાન કરી, શોસિયલ મિડીયા ઉપર અપલોડ કરી વાયરલ કરી દેશની અખંડીતતાને તોડવાનું ગુનાહીત કરનાર અસમાજીક તત્વો તથા તેમની મંડળી અને તેમના દ્વારા ચાલતાં અસંવૈધાનિક સંગઠનોની સામે તપાસ કરી જવાબદારો સામે કડક પગલા લેવા માંગ કરી હતી.

