Site icon hindtv.in

રાજકોટમાં આટકોટના જંગવડ ગામે ડબલ મર્ડરની ઘટના

રાજકોટમાં આટકોટના જંગવડ ગામે ડબલ મર્ડરની ઘટના
Spread the love

રાજકોટમાં આટકોટના જંગવડ ગામે ડબલ મર્ડરની ઘટના
પ્રકાશ ધોળકિયા અને પત્ની વિલાસબેનની હત્યા
મૃતકના જ મોટા બાપુના દીકરા પર હત્યાનો આરોપ

રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના જંગવડ ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ગામમાં પ્રકાશભાઈ ઘોડકીયા અને તેમનાં પત્ની વિલાસબેનની હત્યા કરવામાં આવી છે. આ મામલે અશોક ઘોડકીયા નામના શખ્સ પર હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસે તપાસ તેજ કરી છે.

રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના જંગવડ ગામમાં ડબલ મર્ડરની ઘટનામાં મૃતકના સંબંધીઓએ આપેલા નિવેદન મુજબ, અશોક ઘોડકીયા નામનો શખ્સ નશાની હાલતમાં આવ્યો હતો અને તેણે પતિ-પત્ની પર બોથડ પદાર્થ વડે એક પછી એક ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં પ્રકાશભાઈ અને તેમનાં પત્ની વિલાસબેનનું મોત નીપજ્યું હતું. મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે અગાઉ બંને પક્ષો વચ્ચે કોઈપણ પ્રકારનું મનદુઃખ કે બોલાચાલી થઈ નહોતી. આમ છતાં અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનો અને ગ્રામજનોમાં આઘાત ફેલાયો છે.

જંગવડ ગામમાં બનેલી આ બેવડી હત્યાની ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યા પાછળનું કારણ શું છે અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version