Site icon hindtv.in

ભાવનગર તળાજામાં ડબલ મર્ડર

ભાવનગર તળાજામાં ડબલ મર્ડર
Spread the love

ભાવનગર તળાજામાં ડબલ મર્ડર
ચકચારી ગુન્હામાં ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ

ભાવનગર તળાજા ડબલ મર્ડરના ચકચારી ગુન્હામાં ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરતી તળાજા પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકઓએ સુચના આપેલ કે તળાજા પોલીસ સ્ટેશનમાં મરણ જનાર (૧) કિશોરભાઇ વેલજીભાઇ વૈઠા (૨) રેખાબેનની પોતાના ઘરે સળગાવેલ હાલતમાં લાશો મળી આવેલ હોય જેની પી.એમ. નોટમાં બન્નેને મોત પહેલાની ઇજાઓ બતાવેલ હોય જે બન્નેના મોતનો ભેદ ઉકેલી તેના આરોપીઓ ને તાત્કાલીક પકડવા સારૂ સુચના આપેલ જેને પગલે આરોપીઓને શોધવા સારૂ ચક્રો ગતીમાન કરેલ ત્યારે મળેલ વિગત જણાય મુજબ પત્નિ રેખાબેનની પી.એમ. નોટનો અભ્યાસ કરતાં તેમના હોઠના ભાગે ઇજાના નાના-મોટા નિશાનો મળેલ. જેથી ઉપરોકત બંને મરણ જનારનું મૃત્યુ કોઇએ ખુન કરી સાળગાવ્યાની મરણ જનાર રેખાબેનના ભાઇ રાજેશભાઇ દામજીભાઇ રાણીંગાએ વિગતવારની ફરિયાદ જાહેર કરતાં તળાજા પોલીસ આ બનાવ ખુબ જ ચકચારી હોય જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ SIT ની રચના કરવામાં આવેલ. આ ગુન્હાની કબુલાત આધારે મરણ જનારના પુત્ર વિમલભાઇ અને પુત્ર વધુ હેતલબેનની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ….

Exit mobile version