માંડવી તાલુકાના દઢવાડામાં 40 લાખના ખર્ચે છાત્રાલય ભેટ
40 થી વધુ વિદ્યાર્થીઓને મળશે રહેઠાણ સુવિધા
માં શક્તિ પાવન ધામ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજહિતનું કાર્ય
માંડવી તાલુકાના દઢવાડામાં 40 લાખના ખર્ચે નવું બજરંગ કુમાર છાત્રાલય ભેટ, 40 થી વધુ વિદ્યાર્થીઓને મળશે રહેઠાણ સુવિધા. દઢવાડા ખાતે કાર્યરત માં શક્તિ પાવન ધામ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજહિત અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ટ્રસ્ટના સંચાલનમાં ચાલતા બજરંગ કુમાર છાત્રાલય માટે સેવણીના વાલી વિઠ્ઠલ પરિવાર તથા અન્ય દાતાશ્રીઓના સહયોગથી આશરે 40 લાખ રૂપિયાના ખર્ચે નવું છાત્રાલય ભેટ આપવામાં આવ્યું છે. નવનિર્મિત છાત્રાલયમાં 40થી વધુ બાળકો રહી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને સ્વચ્છ, સુરક્ષિત અને અભ્યાસલક્ષી વાતાવરણ મળે તે માટે આધુનિક સુવિધાઓ સાથે ભવન તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને હવે રહેવા અને અભ્યાસ માટે સારો આધાર મળશે. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ પ.પૂ. મનહર દાસ બાપુ, મંત્રી રાજેશભાઇ સોશિયલ વર્કર તથા ઉપપ્રમુખ કમલેશભાઇ ચૌધરી હાજર રહ્યા હતા. તેમણે દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે આવી સહાય સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક આગેવાનો અને સમાજજનો દ્વારા દાતાઓના આ સેવાભાવને બિરદાવવામાં આવ્યો હતો. નવું છાત્રાલય શરૂ થતાં વિસ્તારના વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે…..
