સુરતના ડીંડોલી વિસ્તારમાં મંદિરોમાંથી દાનપેટીની ચોરી
અલગ-અલગ ત્રણ મંદિરોમાંથી દાનપેટીની ચોરી
રીઢાઓ અંકિત માર્કંડે ઉપાધ્યાય અને આયુષ પપ્પુ પાસવાન ઝડપાયા
સુરતના ડીંડોલી વિસ્તારમાં અલગ-અલગ ત્રણ મંદિરોમાંથી દાનપેટીની ચોરી કરનાર રીઢાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી દાનપેટી, મોપેડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ એલએચ મસાણી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અરવિંદભાઈ અને અહેકો દિપકભાઈને મળેલી બાતમીના આધારે ડીંડોલીના ચમત્કારી હનુમાનજી મંદિર, કરાડવા ગામના મહાદેવ મંદિર અને દેવનંદન સોસાયટીના મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનાર રીઢાઓ અંકિત માર્કંડે ઉપાધ્યાય અને આયુષ પપ્પુ પાસવાનને ઝડપી તેઓ પાસેથી ત્રણ દાનપેટી, રોકડ 14,251, એક મોપેડ અને મોબાઈલ મળી 58,251નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને રીઢાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

