Site icon hindtv.in

સુરતમાં ડોગ પ્રેમીઓએ વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ

સુરતમાં ડોગ પ્રેમીઓએ વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ
Spread the love

સુરતમાં ડોગ પ્રેમીઓએ વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ
સુપ્રિમ કોર્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ અંગે અપાયેલા આદેશને લઈ વિરોધ
ડોગ બચાવો, ડોગને આઝાદી અપાવો એવા બેનરો સાથે વિરોધ કરાયો

સુપ્રિમ કોર્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ અંગે અપાયેલા આદેશને લઈ સુરતમાં ડોગ પ્રેમીઓએ વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

સ્ટ્રીટ ડોગ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ છે. ત્યારે સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોગ બચાવો, ડોગને આઝાદી અપાવો એવા બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર રેલીમાં વ્હાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યું હતું. રેલીનું આયોજન સુરતના પાલ પોલીસ સ્ટેશન ખાતેથી અડાજણ ગેસ સર્કલ સુધી કરવામાં આવ્યું હતું અને લોકોએ પોતાનુ સ્ટ્રીટ ડોગ વિશે નો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેની સાથે જ સ્ટ્રીટ ડોગને ન્યાય અપાવવાની માંગ પણ કરાઈ હતી. વરસતા વરસાદમાં ડોગ પ્રેમીઓ રસ્તા પર ઉતરીને બેનરો સાથે આ અબોલ જીવને બચાવવાની માંગ કરી હતી અને સરકારને સુપ્રીમ કોર્ટના આદેશ બદલવાની પણ વિનંતી કરાઈ હતી.

Exit mobile version