Site icon hindtv.in

વડોદરામાં ડોગ લવરોએ સોસાયટીના પ્રમુખ પર કર્યો હુમલો.

વડોદરામાં ડોગ લવરોએ સોસાયટીના પ્રમુખ પર કર્યો હુમલો.
Spread the love

વડોદરામાં ડોગ લવરોએ સોસાયટીના પ્રમુખ પર કર્યો હુમલો.
સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના કહેતા વૃદ્ધને મરાયો માર.
4 ડોગ લવરોએ વૃદ્ધનું કારમાં અપહરણ કરી ઢોર માર માર્યો.

રખડતા કૂતરાના ત્રાસની ઘટનાઓ ઘણીવાર સાંભળી હશે, પણ હવે ડોગ લવર્સ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા ડોગ લવર્સે વડીલ પર હુમલો કર્યો.

હાલમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરના બધા જ રખડતા કુતરાઓને શેલ્ટર હોમમાં મોકલવાનો નિર્ણય આપ્યા પછી આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો અને આ પછી રખડતા કૂતરાઓની સાથે જ ડોગ લવર્સનો ત્રાસ પણ વધી ગયો હોય એવું લાગી રહ્યું છે. વડોદરામાં ડોગ લવર્સ બેફામ બની ગયા છે. મળતી માહિતી પ્રમાણે વડોદરામાં ડોગ લવર્સે એક સોસાયટીના પ્રમુખને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના વાસણા રોડ પર આવેલી વસંતવિહાર સોસાયટીના પ્રમુખને ડોગ લવર્સ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. સોસાયટીના રહીશોએ જણાવ્યા અનુસાર, વસંતવિહાર સોસાયટીના પ્રમુખ પ્રકાશ પટેલે ડોગ લવરને સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા તેમના પર હુમલો કરવામાં આવ્યો. સોસાયટીના રહીશે જણાવ્યું કે આ સોસાયટીના એક વડીલ જે સામાજિક કાર્યકર્તા છે, એમને કોઈ નંબર વિનાની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો અવાજ મોટો કરીને તેમને ખૂબ જ માર મારવામાં આવ્યો અને પછી અજ્ઞાત સ્થળે ફેંકી દેવામાં આવ્યા. અત્યારે તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. ત્યારે આ સોસાયટીના રહીશોની માંગ છે કે જે કોઈએ આ કૃત્ય કર્યું હોય એને શોધીને એની સામે કાર્યવાહી કરવામાં આવે અને સત્વરે કાયદાકીય પગલાં લેવામાં આવે.

4 ડોગ લવર્સ કારમાં વૃદ્ધનું અપહરણ કરીને અજાણી જગ્યાએ લઈ ગયા અને પછી ત્યાં તેમને ઢોર માર માર્યો. આ પછી વૃદ્ધને ઢોર માર મારી કારમાંથી ફેંકી દીધા હોવાની માહિતી પણ સામે આવી છે. હાલમાં વડીલ પ્રકાશ પટેલ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સોસાયટીના રહીશોએ ડોગ લવર્સ સામે કાર્યવાહી કરવા માગ કરી છે. આ જે કૃત્ય થયું છે, અને જે લોકો કુતરાને ખવડાવવા માટે આવે છે, એમની સાથે વાતચીત કરીને એવું જાણવા મળે છે કે આ લોકો એમની સાથે ભળેલા છે અને ગઇકાલે જે ઘટના ઘટી છે એના વિશે તેઓ જાણે છે. તો અમારે તંત્ર અને સરકાર પાસેથી એક જ માંગ છે છે ડોગ લવરનો વિરોધ કરવાથી અમારી સાથે આવી ઘટના ઘટી શકે તો અમારી સલામતીનું શું ?….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version