Site icon hindtv.in

સુરતમાં ડિગ્રી વગર ડોક્ટરી સેવા

સુરતમાં ડિગ્રી વગર ડોક્ટરી સેવા
Spread the love

સુરતમાં ડિગ્રી વગર ડોક્ટરી સેવા
સચીન પોલીસે વગર ડિગ્રીના ડોક્ટર એવા બંગાળી યુવાનને ઝડપ્યો
વગર ડિગ્રીએ એલોપેથીક દવાઓનો તથા સાધનોનો ઉપયોગ કરતો

સુરતમાં ડિગ્રી વગર ડોક્ટરી સેવા આપનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સચીન પોલીસે વગર ડિગ્રીએ એલોપેથીક દવાઓનો તથા સાધનોનો ઉપયોગ કરનાર બંગાળી યુવાનને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેર વિસ્તારમાં મેડીકલ ડિગ્રી વગર પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ભરતભાઈ તથા કુલદિપસિંહને મળેલી બાતમીના આધારે સચીન વાંઝ ગામમાં દરોડા પાડી ત્યાંથી આશા ક્લિનિક નામની દવાખાનુ ચલાવતા 10 ફેલ બંગાળી સંજીત નિલકોમલ વિશ્વાસને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version