માંડવીના ગરેડિયા નાકા પાસેનો ડાયવર્ઝન આજથી ફરી શરૂ કરાશે
વરસાદના કારણે બિસ્માર બનેલા ડાયવર્ઝનનું સમારકામ કરાયું
ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના પ્રયાસોથી ડાયવર્ઝનનું સમારકામ
માંડવીના ગરેડિયા નાકાનો ડાયવર્ઝન વરસાદના કારણે બિસ્માર થતા ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિ ના સક્રિય પ્રયત્નો થકી તાતકાલિક ડાયવર્ઝન ફરી પાછું રીપેર કરી આજ થી શરૂ કરાશે.
માંડવી નગરમાં ગરેડિયા નાકા ખાતે લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી અને બંધ રસ્તાના કારણે વાહનચાલકો તથા રાહદારીઓ એ મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. જે અંગે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના સક્રિય પ્રયત્નો દ્વારા ફરી પાછું રિપેર કરી ગરેડીયા પુલનું ડાયવર્ઝન આજ થી શરૂ કરાશે જેને કારણે લોકોને સમય અને ઇંધણ નો બચાવ થશે અને પાંચ કિલોમીટરના ચકરાવામાંથી મુક્તિ મળશે. જેને કારણે લોકોને પડતી મુશ્કેલી અંત આવશે.માં આદ્યશક્તિ ના પવિત્ર નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને આ માર્ગ શરૂ થવાને કારણે નગરજનો તથા આજુબાજુના ગ્રામ્ય કક્ષાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. માંડવી હાઈસ્કૂલ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘૂમવા જતા ખેલૈયાઓ અને લોકોને અવરજવરમાં સરળતા રહે તે હેતુથી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ અંગત રસ દાખવીને આ ડાયવર્ઝન તાત્કાલિક ધોરણે શરૂ કરાવ્યો છે. ધારાસભ્યના આ સત્વરે લેવાયેલા પગલાંથી હવે લોકો કોઈપણ અડચણ વિના સીધા અને સરળતાથી હાઈસ્કૂલ સુધી યોજાનાર નવરાત્રી મહોત્સવમા ભાગ લઈ શકશે આ આ ડાયવર્ઝન માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ ચૌધરી તેમજ રવિભાઈ નિગરાની હેઠળદ્વારા બાકી રહેલ કામગીરી જેસીબી ની મદદથી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે અને આજે ફરીથી રિપેર કરી ડાયવર્ઝન શરૂ કરાશે. જેને કારણે ખેલૈયાઓમાં આનંદની લાગણી છવાઈ છે

