Site icon hindtv.in

ભારે વરસાદને લઇ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ.

ભારે વરસાદને લઇ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ.
Spread the love

ભારે વરસાદને લઇ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ.
વલસાડ જિલ્લાના 200થી વધુ રસ્તા બંધ.
NDRF-SDRF ની એક-એક ટીમ જિલ્લામાં તૈનાત

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં રાતભર અને સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરી છે. વલસાડ અને નવસારી જિલ્લામાં રાતભર અને સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. વલસાડના દાણા બજાર, યોગેશ્વર સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અને વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ નવસારી શહેરમાં રસ્તાઓ, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. દમણગંગા નદીમાં 50 હજાર ક્યૂસેક પાણી છોડાતા 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કાવેરી નદીની જળસપાટી 20 ફૂટે પહોંચતા બીલીમોરા અને આસપાસના વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદના કારણે 10 જિલ્લામાં 224 રસ્તા બંધ, સૌથી વધુ વલસાડમાં 110 માર્ગો બંધ કરાયા છે

ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં કુલ ૨૮૪ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છેસ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. NDRF-SDRFની એક-એક ટીમ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version