Site icon hindtv.in

સુરતમાં હાલ કાળઝાળ ગરમીમાં પાણીના કુંડાનુ વિતરણ

સુરતમાં હાલ કાળઝાળ ગરમીમાં પાણીના કુંડાનુ વિતરણ
Spread the love

સુરતમાં હાલ કાળઝાળ ગરમીમાં પાણીના કુંડાનુ વિતરણ
ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી સેવાયજ્ઞ
જિંદગી જીવદયા અબિયાન ટ્રસ્ટ દ્વારા અડાજણ પોલીસ સાથે વિતરણ

સુરતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જિંદગી જીવદયા અબિયાન ટ્રસ્ટ દ્વારા અડાજણ પોલીસ સાથે પાણીના કુંડાનુ વિતરણ કરાયુ હતું.

સુરતમાં ઉનાળાની દઝાડતી ગરમીમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને સુરત અડાજણ પોલીસે પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી માનવતાવાદી અભિગમ અપનાવ્યુ છે. શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ તાપમાનનો પારો ઊંચકાયો છે, ત્યારે મનુષ્યોની સાથે અબોલ પક્ષીઓની ચિંતા કરી સુરત પોલીસે એક પ્રશંસનીય પહેલ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો પણ પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખે તેવી અપીલ કરાઈ છે.

Exit mobile version