ગુજરાતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાશન કીટ વિતરણ
ભાજપ દ્વારા વિશાળ સહાય અભિયાન શરૂ કરવામાં આવ્યું
15 હજાર રાહત કીટ તૈયાર કરવાની કામગીરી
ગુજરાતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા માટે ભાજપ દ્વારા વિશાળ સહાય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં 15 હજાર રાહત કીટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આજે પ્રથમ તબક્કામાં 3,500 કીટ ઉમરગામ અને નવસારી જિલ્લા માટે રવાના કરવામાં આવશે.
ગુજરાત ભાજપ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક રાહત પહોંચાડવા માટે સહાય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં કુલ 15 હજાર રાહત કીટ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં આજે 3,500 સહાય કીટ ઉમરગામ અને નવસારી જિલ્લા માટે રવાના કરવામાં આવશે. ત્યારબાદ ઉમરગામ, નવસારી, વલસાડ સહિતના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી આ રાહત કીટ પહોંચાડવામાં આવશે. ભાજપના કાર્યકરો પણ સમગ્ર અભિયાનમાં સક્રિય રીતે જોડાઈને અસરગ્રસ્ત લોકોને મદદરૂપ બનશે.

